ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, Huawei- ZTEને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ

ચીનને સમગ્ર દુનિયામાં સતત મસમોટા ઝટકા મળી રહ્યાં છે. ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ અમેરિકાએ પણ મોટું પગલું ભર્યું છે. અમેરિકી સરકારે ચીનની બે કંપનીઓને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી છે. જેમાં Huawei ટેક્નોલોજી અને ZTE કોર્પ સામેલ છે. US ફેડરલ કોમ્યુનિકેશન કમિશને મંગળવારે 5-0થી મતદાન કરીને ચીનની આ બે કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી. હવે અમેરિકામાં આ બંને કંપનીઓ પર વેપાર કરવા સામે પ્રતિબંધ લાગ્યો છે. 
ભારત બાદ હવે અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, Huawei- ZTEને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ

નવી દિલ્હી: ચીનને સમગ્ર દુનિયામાં સતત મસમોટા ઝટકા મળી રહ્યાં છે. ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો ત્યારબાદ અમેરિકાએ પણ મોટું પગલું ભર્યું છે. અમેરિકી સરકારે ચીનની બે કંપનીઓને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી છે. જેમાં Huawei ટેક્નોલોજી અને ZTE કોર્પ સામેલ છે. US ફેડરલ કોમ્યુનિકેશન કમિશને મંગળવારે 5-0થી મતદાન કરીને ચીનની આ બે કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ગણાવી. હવે અમેરિકામાં આ બંને કંપનીઓ પર વેપાર કરવા સામે પ્રતિબંધ લાગ્યો છે. 

અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશને 5-0ના વોટિંગના આધારે આ કંપનીઓને ખતરો ગણાવી. અમેરિકી સરકારે આ કંપનીઓ સાથે કરાર કર્યો હતો જેમાં 8.3 બિલિયન ડોલરનો સામાન ખરીદવાનો હતો પરંતુ હવે તેના ઉપર પણ રોક લાગી ગઈ છે. 

— Ajit Pai (@AjitPaiFCC) June 30, 2020

બંને ચાઈનીઝ કંપનીઓએ ઈક્વિપમેન્ટ હટાવવા પડશે
US ફેડરેલ કોમ્યુનિકેશન કમિશન (FCC)એ સ્પષ્ટપણે કહ્યું કે ટેલિકોમ કંપનીઓએ પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી આ બંને ચાઈનીઝ કંપનીઓના ઈક્વિપમેન્ટ્સ હટાવવા પડશે. FCC ચેરમેન અજિત પેઈએ કહ્યું કે અમે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકી સુરક્ષા સાથે રમત રમવા દઈશું નહીં. 

હાલ  ZTE અને હુઆવે તરફથી કોઈ પ્રતિક્રિયા નથી
FCCના આદેશને લઈને  ZTE અને હુઆવે કંપની તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે જ્યારે નવેમ્બરમાં વોટિંગ થયું હતું ત્યારે તેણે FCCની કાર્યવાહીની કડક ટીકા કરી હતી. FCC કમિશનર Geoffrey Starks કહ્યું કે ચીનના ઈક્વિપમેન્ટ્સ પર ભરોસો કરી શકાય નહીં. તેમણે કહ્યું કે અમેરિકી કોંગ્રેસે તેને રિપ્લેસ કરવા માટે ફંડ બહાર પાડવું જોઈએ. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષ મે મહિનામાં એક આદેશ પસાર કર્યો હતો જે મુજબ જે પણ કંપની દેશની સુરક્ષા સામે જોખમ હશે તેની સાથે કોઈ પણ પ્રકારનો ટેલિકોમ્યુનિકેશન વેપાર થશે નહીં. અમેરિકા પ્રશાસનનો પહેલેથી Huawei સાથે વિવાદ ચાલી રહ્યો છે અને તેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવેલી છે. 

જુઓ LIVE TV

આ બાજુ ભારતમાં પણ Huawei પર સંકટ તોળાયેલું છે. હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આ મુદ્દે યોજાઈ હતી. જેમાં 5જી નેટવર્ક ફાળવણીમાં Huawei દાવેદાર છે પરંતુ હવે તેના ઉપર રોક લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news